પંજાબના ફિરોઝપુરમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયા છે અને નવને ઇજા થઈ છે. પાંચ લોકોનાં ઘટના સ્થળે અને બાદમાં ગંભીર ઇજાને કારણેસાત લોકોનાં મૃત્યુ થયા છે. ઇજાગ્રસ્તોને ફીરોઝપુર અને ફરિદકોટમાં વિવિધ હોસ્પિટલોમાંદાખલ કરવામાં આવ્યા છે. પોલિસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 20 પ્રવાસીને લઈને જઈ રહેલી પિક અપ વાન ટ્રકસાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તમામ પ્રવાસીઓ કોઈ પ્રસંગમાં વેઇટર તરીકેનુંકામ કરવા જઈ રહ્યા હતા. રાજ્ય સરકારે મૃતકનાં નજીકનાં સગાને બે લાખ રૂપિયાનુ વળતરઆપવાની જાહેરાત કરી હતી.
Site Admin | જાન્યુઆરી 31, 2025 7:28 પી એમ(PM) | પંજાબ
પંજાબના ફિરોઝપુરમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયા છે અને નવને ઇજા થઈ
