કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “દૂરદર્શી નેતૃત્વ” અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સ્થિરતાને કારણે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે.
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળનાં લોકોને સંબોધતા નાણાં મંત્રીએ કહ્યું કે, ” ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે એ હકીકતને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ- I.M.F. અને વિશ્વ બેંક પણ સ્વીકારે છે.”. સુશ્રી સીતારમણ અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે છે. ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ આજે સાન ફ્રાન્સિસ્કોમાં તેમનું સ્વાગત કર્યું હતું.
અમેરિકાની યાત્રા દરમિયાન નાણા મંત્રી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં મુખ્ય ભાષણ આપશે અને સાન ફ્રાન્સિસ્કોમાં CEO સાથે રોકાણ અને ટેકનોલોજીકલ પ્રગતિ પર ચર્ચા કરશે. વોશિંગ્ટન ડીસીમાં તેઓ I.M.F. અને વિશ્વ બેંકની બેઠકો અને જી-20ના નાણાં મંત્રીઓ અને કેન્દ્રિય બેંકના ગવર્નરોની બેઠકોમાં ભાગ લેશે.
તેઓ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સાઉદી અરેબિયા અને અન્ય દેશોના સમકક્ષો તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના ટોચના અધિકારીઓ સાથે પણ દ્વિપક્ષી વાટાઘાટો કરશે. અમેરિકાની યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ 26થી 30 એપ્રિલ સુધી પેરુની યાત્રા કરશે.
Site Admin | એપ્રિલ 21, 2025 2:45 પી એમ(PM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે.
