ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 6:32 પી એમ(PM) | સંરક્ષણ

printer

નવી દિલ્હીમાં બુધવાર અને ગુરુવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન પ્લસ નિષ્ણાત કાર્યસમૂહ- E.W.G.ની 14મી બેઠક યોજાશે

નવી દિલ્હીમાં બુધવાર અને ગુરુવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન પ્લસ નિષ્ણાત કાર્યસમૂહ- E.W.G.ની 14મી બેઠક યોજાશે. ભારત અને મલેશિયા આ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, બેઠકમાં જોડાવવા બ્રુનેઈ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાંમાર, ફિલિપિન્સ, વિએતનામ, સિંગાપુર અને થાઈલૅન્ડ જેવા 10 સભ્ય દેશનું પ્રતિનિધિમંડળ ભારત આવશે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલૅન્ડ, દક્ષિણ કૉરિયા, જાપાન, ચીન, અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓની સાથે ટિમોર-લેસ્તે અને આશિયાન સચિવાલયના સભ્યો પણ આ બેઠકમાં ભાગ લેશે.
આ બેઠક વર્ષ 2024-27ના વર્તમાન ચક્ર માટે કાઉન્ટર ટૅરરિઝમ પર એક્સપર્ટ વર્કિંગ ગૃપની પ્રવૃત્તિઓનું પહેલું સત્ર હશે. બેઠકમાં આતંકવાદ અને ઉગ્રવાદથી સર્જાતા જોખમને પહોંચી વળવા એક મજબૂત અને વ્યાપક વ્યૂહરચના પર ચર્ચા કરાશે. બેઠકનો ઉદ્દેશ આશિયાન અને તેના સંવાદ ભાગીદારોના સલામતી દળના અનુભવને રજૂ કરવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ