આવકવેરા વિભાગને ૧૬૫ વર્ષ પૂર્ણ થતાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નવી દિલ્હી ખાતે દેશના ૨૯ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું.. જેમાં વલસાડના આવકવેરા અધિકારી ધર્મેન્દ્ર ટેકવાણીનું ૫૩ વર્ષ જુની ૧૦ કરોડથી વધુની વ્યાજ સાથેની વસૂલાત કરવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું..
ઉલ્લેખનીય છે કે, શ્રી ટેકવાણી હાલ સેલવાસ ઇન્કમટેક્સ વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે. તેમની આ સિધ્ધી બદલ આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 8:26 પી એમ(PM) | આવકવેરા વિભાગ
નવી દિલ્હી ખાતે દેશના ૨૯ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું
