ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 30, 2025 9:36 એ એમ (AM)

printer

નવસારીના વિદ્યાર્થીએ દુબઈમાં આંતર-રાષ્ટ્રીય સ્તરની ઍબક્સ ઍન્ડ મૅન્ટલ ઍરિથમૅટિક સ્પર્ધામાં ચૅમ્પિયન ટ્રૉફી જીતી

નવસારીના વિદ્યાર્થી સ્પંદન પટેલે દુબઈમાં આંતર-રાષ્ટ્રીય સ્તરની ઍબક્સ ઍન્ડ મૅન્ટલ ઍરિથમૅટિક સ્પર્ધામાં ચૅમ્પિયન ટ્રૉફી જીતી છે. આ વિદ્યાર્થી ચીખલી સમરાલીમાં શ્રી સ્વામિનારાયણ આંતર-રાષ્ટ્રીય ગુણાતિત વિદ્યાધામમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. તેમણે સંયુક્ત આરબ અમિરાતમાં દુબઈ સ્ટડી વર્લ્ડ ઍકેડમિક સિટીમાં પ્રથમ આંતર-રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં આ સિદ્ધિ હાંસલ કરી છે.આ સ્પર્ધામાં વિશ્વના 17 દેશના કુલ 482 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. વિદ્યાર્થી સ્પંદન પટેલે સ્પર્ધામાં ગણિતના 200 દાખલા માત્ર 6 મિનિટમાં ઉકેલી ચૅમ્પિયન ટ્રૉફી જીતી લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ