દેશના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં વ્યાજખોરોની મિલ્કત જપ્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના અંજાર પોલીસે ત્રણ આરોપીઓએ વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ 63 લાખ 46 હજાર રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક કાર સહિતની મિલકત જપ્ત કરી છે. આ કડક કાર્યવાહી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના પોલીસ અધિક્ષક તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | મે 16, 2025 7:46 પી એમ(PM)
દેશના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં વ્યાજખોરોની મિલકત જપ્ત કરવામાં આવી-અંજાર પોલીસની કાર્યવાહી
