એપ્રિલ 16, 2025 9:19 એ એમ (AM)

printer

દિલ્હી સરકારે, રાજ્યની તમામ શાળાઓને વધુ પડતી ફી, વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન કરવાની ફરિયાદો સામે નોટિસ આપી

દિલ્હી સરકારે, રાજ્યની તમામ શાળાઓને વધુ પડતી ફી અને વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન કરવાની ફરિયાદો સામે નોટિસ ફટકારી છે.દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, કોઈપણ શાળાને કોઈપણ માતા-પિતા કે બાળકને હેરાન કરવાનો, તેમને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી ના શકે અને ફી માં કોઈપણ વધારો કરવાનો અધિકાર નથી. રાજ્ય સરકાર આવી કોઈપણ કાર્યવાહી સહન નહીં કરે એમ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું.