દાહોદજિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાન માટે અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી. મંત્રીએ ધાનપુર તાલુકાના 31 કાચા મકાનો અને પશુઓ માટે કુલ 1 લાખ 24 હજાર જેટલી સહાયના ચેકનું વિતરણ કર્યું. મંત્રીએ સરપંચો તેમજ ગામ અગ્રણીઓ સાથે વરસાદથી થયેલ નુકસાન અને ગામના વિકાસકાર્યો વિશે ચર્ચા પણ કરી હતી. સહાય મેળવનાર અસરગ્રસ્ત નાગરિકોએ સહાય સમયસર પહોંચાડવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડાંગ જિલ્લામાં પણ 9 પૈકી પાંચ કેસમાં 4 લાખ મુજબ કુલ 20 લાખની નાણાંકીય સહાય મૃતકના પરિવારજનોને ચૂકવી દેવામાં આવી છે. જ્યારે અન્ય 4 કેસોની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત જિલ્લામાં નોંધાયેલા પશુ મૃત્યુના કેસમાં, પશુમાલિકોને સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ઘરને થયેલા નુકશાન તેમજ કાચા મકાનોને થયેલા આંશિક નુકશાન બદલ નાણાંકીય સહાયની ચૂકવણી કરી દેવામાં આવી.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 3:51 પી એમ(PM) | બચુભાઈ ખાબડ
દાહોદજિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાન માટે અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી.
