દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ઉદ્ભવેલું હવાનું ભારે દબાણ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. જે આગામી 12 કલાક દરમિયાન તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમવાની શક્યતા છે. આ તોફાન આગામી 48 કલાક દરમિયાન તમિલનાડુના દરિયા કિનારા અને શ્રીલંકાના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે ચક્રવાત ફેંગલને કારણે તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર. કે. જેનામણીએ કહ્યું કે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પણ ભારે વરસાદની સંભાવના છે. તેમણે માછીમારોને આગામી ત્રણ દિવસ દરમિયાન બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગો, તમિલનાડુના દરિયાકાંઠા અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ન જવાની સલાહ આપી છે.
Site Admin | નવેમ્બર 27, 2024 2:27 પી એમ(PM)
દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ઉદ્ભવેલું હવાનું ભારે દબાણ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું
