દક્ષિણ ઈરાનમાં અબ્બાસ નજીક આવેલા શાહિદ રાજાઈ બંદર પર ગઈકાલે થયેલા વિનાશક વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે, જ્યારે 750 લોકો ઘાયલ થયા છે. ગૃહમંત્રી એસ્કંદર મોમેનીએ આ માહિતી આપી. હોર્મોઝગન પ્રાંતના બંદર પર અજ્ઞાત કારણોસર ઇંધણ ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ આ ઘડાકો થયો હતો.
રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં પીડિતો પ્રત્યે દુ:ખ અને સહાનુભૂતિ વ્યક્ત કરી અને ઘટનાના કારણોની તપાસ કરવાનો આદેશ જારી કર્યો. તેમણે કહ્યું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે ગૃહમંત્રીને તેમના ખાસ પ્રતિનિધિ તરીકે પ્રદેશમાં મોકલવામાં આવ્યાછે.
નેશનલ ઈરાની પેટ્રોલિયમ રિફાઇનિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ જણાવ્યું હતુંકે વિસ્ફોટથી તેલ સુવિધાઓને કોઈ અસર થઈ નથી.
Site Admin | એપ્રિલ 27, 2025 9:26 એ એમ (AM)
દક્ષિણ ઈરાનના શાહિદ રાજાઈ બંદર પર થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 14 થયો
