ત્રિપુરા સરકારે ગઈકાલે અગરતલામાં ડેસ્ટિનેશન ત્રિપુરા બિઝનેસ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર, ભારત અને વિદેશની ખાનગી ક્ષેત્રની કંપનીઓને રાજ્યમાં રોકાણ કરવા માટે આકર્ષવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે, ત્રિપુરા સરકાર કંપનીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. અને રાજ્યમાં પોતાના એકમ સ્થાપવા ઇચ્છતી કંપનીઓને 30 દિવસની અંદર મંજૂરી આપવામાં આવશે અને સબસિડીવાળા દરે વીજળી પૂરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે યોગ્ય સ્થાનો શોધવા માટે લેન્ડ બેંક યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:47 એ એમ (AM) | ત્રિપુરા
ત્રિપુરા સરકારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા.
