ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 4, 2025 10:08 એ એમ (AM)

printer

તોલમાપ તંત્રએ રાજ્યવ્યાપી દરોડા પાડી ખેતી ઉપકરણોના 190 જેટલા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી

રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખેતીના સાધનોના વિક્રેતાઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન તંત્ર દ્વારા કાયદાનો ભંગ કરનારા 190 જેટલા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી અંદાજે ચાર લાખ 95 હજાર રૂપિયાનો દંડ કરાયો.દરોડા દરમિયાન કરાયેલી તપાસમાં વિક્રેતાઓ પર મહત્તમ છૂટક ભાવ- M.R.P.થી વધુ ભાવ લેવા તેમજ ધંધામાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રૉનિક વજનકાંટા ચકાસણી મુદ્રાન્કન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી હતી. ખેડૂતો પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાય નહીં તે હેતુથી આ રાજ્યવ્યાપી ઝૂંબેશ હાથ ધરાઈ હોવાનું નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરીની યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ