તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે રાજ્યસભા અને રાજકારણમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તેમણે પાર્ટીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. સંસદમાં સેવા કરવાની તક આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા શ્રી સરકારે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર અસંતોષ વ્યક્ત કર્યો છે. શ્રી સરકારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને પાર્ટીના નેતાઓના વર્ચસ્વ અંગે નિરાશા વ્યક્ત કરી છે. આરજી કર હોસ્પિટલ દુષ્કર્મ અને હત્યા કેસ અંગે તેમણે કહ્યું કે જનતાનો આક્રોશ સ્વાભાવિક અને બિનરાજકીય છે. શ્રી સરકારે કહ્યું કે તેઓ પીડિતાને ન્યાય ઈચ્છે છે. શ્રી સરકારે કહ્યું છે કે રાજ્ય સરકાર ગુનેગારોને સજા કરવા માટે પૂરતા અને ત્વરિત પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:48 પી એમ(PM)
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે રાજ્યસભા અને રાજકારણમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો
