ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 4, 2025 6:55 પી એમ(PM) | ડાંગ

printer

ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાની રાજ્ય કક્ષાએ સર્વ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ

ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાની રાજ્ય કક્ષાએ સર્વ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરાઇ છે. દીપ દર્શન માધ્યમિક શાળાના આચાર્યા સુહાસિની પરમાર જણાવે છે કે, વર્ષ ૧૯૭૫માં માત્ર ૨૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ શાળામાં આજે એક હજાર આઠસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે.
દરમ્યાન તાપીથી અમારાં પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે, જિલ્લાના સોનગઢ તાલુકાની ડોસવાડા મોડેલ શાળાની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતીય ક્રમાંકે પસંદગી કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ