જોર્ડનના અમ્માનમાં સિનિયર એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્યચંદ્રકો જીત્યા છે. ગઈકાલે સ્પર્ધાના ત્રીજા દિવસે રિતિકાએ રજત જ્યારે મુસ્કાન અને માનસી લાઠેરે કાંસ્યચંદ્રકો જીત્યા હતા.76 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં રિતિકાનો કિર્ગિસ્તાનની એપેરી મેડેટ કાઝી સામે 6-7 થી પરાજય થયો હતો. મુસ્કાને 59 કિલોગ્રામ વર્ગમાં મોંગોલિયાના અલ્તગીન તોગટોખને 4-0 થી પરાજય આપી કાંસ્યચંદ્રક જીત્યો હતો. 68 કિલોગ્રામ વર્ગમાં માનસી લાથેરે કઝાકિસ્તાનની ઇરિના કાઝ્યુલિનાને 12-2 થી પરાજય આપ્યો હતો.ભારતે અત્યાર સુધીમાં ચેમ્પિયનશિપમાં એક રજત અને ચાર કાંસ્ય સહિત કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે. ગ્રીકો-રોમનમાં, સુનિલ કુમારે પુરુષોની 87 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો અને નિતેશ પુરુષોની 97 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.
Site Admin | માર્ચ 28, 2025 9:43 એ એમ (AM)
જોર્ડનના અમ્માનમાં સિનિયર એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્યચંદ્રક જીત્યા.
