જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં અંડર 17 વયજૂથમાં રાજકોટ ગ્રામ્ય પ્રથમ ક્રમે તો જામનગર ગ્રામ્યની ટીમ બીજા ક્રમે રહી હતી. ઓપન વયજૂથમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને બીજા ક્રમે જામનગર શહેરની ટીમો વિજેતા થતા હવે રાજ્યકક્ષાએ ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ઝોન અંડર 17માં 14 ટીમ અને 168 ખેલાડીઓ અને ઓપન વયજુથમાં 12 ટીમ અને 144 ખેલાડીઓએ ભાગ લીધો હતો
Site Admin | ફેબ્રુવારી 25, 2025 3:21 પી એમ(PM) | ખેલ મહાકુંભ
જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ
