જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ થઈ ગયો છે, અને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરવા માટેની જામનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકોને મેળાનું મનોરંજન મળતું થયું છે.
જો કે, ખાણી પીણીના સ્ટોલ, આઈસ્ક્રીમ બુથ અને રમકડા સ્ટોલ વગેરેના સંચાલકોએ મેળા રદ કરીને પોતાની ડિપોઝિટ પરત માગી છે. સાથોસાથ આ લોકમેળાની સમયમર્યાદા વધારવાની પણ તંત્ર દ્વારા વિચારણા થઇ રહી છે. જોકે પૂરને કારણે રંગમતી નદીના મેળાનું આયોજન સંપૂર્ણ પણે રદ કરી નાખવામાં આવ્યું છે.
બીજી તરફ, દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મીની તરણેતર સમાન શિરેશ્વર લોક મેળો છઠ્ઠીથી નવમી સપ્ટેમ્બર સુધી યોજાશે. લોકમેળાની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે..પંચાયત દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ સોઈલ ટેસ્ટ કરાવવામાં આવ્યું..
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 3:55 પી એમ(PM) | જામનગર મહાનગરપાલિકા
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળો કે જે આજથી પુન: શરૂ
