કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કાર્યવાહી અને ન્યાયસહાયક સંબંધિત વિવિધ નવી જોગવાઈના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.
ગયા વર્ષે પહેલી જુલાઈએ દેશભરમાં અમલમાં આવેલા નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો ઉદ્દેશ દેશની કાયદાકીય પ્રણાલીને વધુ પારદર્શક, કુશળ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનું છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:20 પી એમ(PM) | ગૃહમંત્રી
જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક શરૂ
