જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે.
મળેલી ગુપ્ત માહિતીને આધારે સુરક્ષા દળોએ કિશ્તવાડ જિલ્લાના છત્રુ બેલ્ટના નૈડગામ વિસ્તારમાં સંયુક્ત ઘેરાબંધી અને શોધ અભિયાન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન નૈડગામ ગામની ઉપરના પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને
છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં ચાર જવાનોને ગોળી વાગતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આકાશવાણી જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું કે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓ આ વિસ્તારમાં છે. હાલ ઓપરેશન ચાલુ છે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 11:16 એ એમ (AM)
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અથડામણ : બે જવાન શહીદ, બે ઇજાગ્રસ્ત
