ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 27, 2025 3:39 પી એમ(PM)

printer

છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારાં મુખ્ય શહેરોમાંનું એક બન્યું-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારાં મુખ્ય શહેરોમાંનું એક બન્યું છે. મન કી બાતની 121મી કડીમાં શ્રી મોદીએ કહ્યું, અમદાવાદમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં 70 લાખથી વધુ વૃક્ષો લગાવાયાં છે. આ વૃક્ષોએ અમદાવાદમાં હરિયાળો વિસ્તાર ઘણો વધારી દીધો છે. તેની સાથોસાથ સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનવાથી અને કાંકરિયા તળાવ જેવાં કેટલાંક તળાવનાં પુનર્નિર્માણથી ત્યાં જળાશયોની સંખ્યા પણ વધી ગઈ છે. આ સાથે શ્રી મોદીએ વૃક્ષો લગાવવા અનુરોધ કર્યો હતો.
શ્રી મોદીએ કહ્યું, ગુજરાત સાયન્સ સિટીની સાયન્સ ગેલેરીમાંથી આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવે છે. વિજ્ઞાન અને નવીનીકરણ પ્રત્યેના વધતું આકર્ષણ, ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ