છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં તેલંગાણા સરહદ પર સ્થિત કર્રેગુટ્ટા ટેકરી પર લગભગ 21 દિવસ સુધી ચાલેલા માઓવાદી વિરોધી અભિયાનમાં 16 મહિલા માઓવાદીઓ સહિત 31 માઓવાદીઓ માર્યા ગયા છે.
આજે બીજાપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ-CRPFના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ, છત્તીસગઢના પોલીસ મહાનિદેશક અરુણ દેવ ગૌતમ અને બીજાપુરના પોલીસ અધિક્ષક જીતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે 21 એપ્રિલથી આ મહિનાની 11મી તારીખ સુધી હાથ ધરવામાં આવેલા આ અભિયાન દરમિયાન કુલ 21 અથડામણો થઈ હતી. તાજેતરનાં વર્ષોમાંશરણે આવેલા નક્સલવાદીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
CRPFના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યુંકે, માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલમુક્તબનાવવાના સરકારનાં નિર્ધારને પૂર્ણ કરવા કેન્દ્રીય સલામતી દળો અને રાજ્યની પોલિસ સતતમાઓવાદી વિરોધી અભિયાન ચલાવી રહી છે.
Site Admin | મે 14, 2025 7:08 પી એમ(PM)
છત્તીસગઢમાં 21 દિવસ સુધી ચાલેલા માઓવાદી વિરોધી અભિયાનમાં 31 માઓવાદીઓ માર્યા ગયા
