દક્ષિણ કોરિયાના વિપક્ષના નેતા લી જે-મ્યુંગ નવા રાષ્ટ્રપતિ બનશે. સત્તાવાર જાહેર થયેલા પરિણામોએ તેમની જીતે નિશ્ચિત કરી લીધી છે. તેમના મુખ્ય હરીફ વર્તમાન રાષ્ટ્રપતિ કિમ મૂન-સૂ કરતા તેઓ 20 લાખ મતોની ઘણી મોટી સરસાઇ ભોગવી રહ્યાં છે.અત્યાર સુધીના પરિણામો બાદ શાસક રૂઢિચુસ્ત પીપલ્સ પાવર પાર્ટીના નેતા, મૂને એક ભાષણમાં હાર સ્વીકારીને લીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. દક્ષિણ કોરિયામાં છેલ્લા છ મહિનાથી ચાલતી અરાજકતાનો હવે આ પરિણામની સાથે અંત આવશે.
Site Admin | જૂન 4, 2025 8:44 એ એમ (AM)
ચૂંટણી પરીણામોમાં ભારે સરસાઇને કારણે દક્ષિણ કોરિયાના વિપક્ષના નેતા લી જે-મ્યુંગનું નવા રાષ્ટ્રપતિ બનવાનું નિશ્ચિત
