ચક્રવાત ફેંજલની અસરથી મુશળધાર વરસાદને કારણે પુડુચેરીમાં ચાર લોકોના મોત થયા છે, અને બે લોકોગુમ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરતાં મુખ્યમંત્રી એન. રંગસામીએમૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાતકરી છે. ચોમાસાને કારણે ઊભી થતી સમસ્યાઓને ઓછી કરવા માટે તેમણે દરેક રેશનકાર્ડધારક માટે 5,000 રૂપિયાની રાહત રકમની પણ જાહેરાત કરી છે. ભારે વરસાદને કારણે પુડુચેરી, કરાઈકલઅને યાનમમાં દસ હજાર હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું છે. સરકારેઅસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર ત્રીસ હજાર રૂપિયા વળતર તરીકે આપવાનું વચન આપ્યુંછે. આ ઉપરાંત ચાર ખોવાયેલા ઢોર માટે ચાલીસ હજાર રૂપિયા, 16મૃત વાછરડાઓમાંથી પ્રત્યેકને વીસ હજાર રૂપિયા, પચાસક્ષતિગ્રસ્ત બોટ માટે પચાસ હજાર અને 15 મકાનો માટે દસ હજાર રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 100 કરોડરૂપિયાના અંદાજિત નુકસાનનો પ્રાથમિક અહેવાલ કેન્દ્ર સરકારને આર્થિક સહાય મેળવવામાટે મોકલવામાં આવ્યો છે. શ્રી રંગસામીએ કહ્યું કે 551 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. આશિબિરોમાં 85 હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચાર હજારથી વધુ જવાનોનેતૈનાત કરવામાં આવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:50 પી એમ(PM)
ચક્રવાત ફેંજલની અસરથી મુશળધાર વરસાદને કારણે પુડુચેરીમાં ચાર લોકોના મોત થયા છે
