ઓક્ટોબર 24, 2024 7:47 પી એમ(PM) | ગાંધીનગર

printer

ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓના લાભ અંગે માહિતી મેળવવા ગાંધીનગરમાં ગ્રામ વિકાસ અહેવાલ અને સમીક્ષા કૉલ સેન્ટરનો પ્રારંભ

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ વધુ મજબૂત બને તે હેતુથી ગાંધીનગરમાં આજે “ગ્રામ વિકાસ અહેવાલ અને સમીક્ષા” કૉલ સેન્ટરનો શુભારંભ થયો છે. આ સેન્ટરનો પ્રારંભ કરાવતા ગ્રામવિકાસ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ‘ગ્રામ વિકાસ વિભાગ હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ – મનરેગા અને સ્વચ્છ ભારત અભિયાન જેવી મુખ્ય યોજનાઓની પારદર્શકતા અને કાર્યક્ષમતામાં સુધારો લાવવાના મુખ્ય હેતુ સાથે આ કોલ સેન્ટર કાર્યરત્ કરાયું છે.’ આ કૉલ સેન્ટર દરરોજ અંદાજે પંદર સોથી વધુ કૉલ્સ સંભાળશે અને નાગરિકો પાસેથી મૂલ્યવાન પ્રતિસાદ એકત્ર કરશે. સાથે જ, વિવિધ યોજનાઓના લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચ્યા કે કેમ તે સુનિશ્ચિત કરવા સતત મોનીટરીંગ કરશે.