રાજ્ય સરકારે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં વધારો કરાયો છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ, નવી કચેરીના નિર્માણ માટે ગ્રામ પંચાયતોને 25 થી 40 લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે અપાશે. ગ્રામ પંચાયત સાથે તલાટી-કમ-મંત્રી આવાસ પણ નિર્માણ થવાથી ગ્રામ્ય સ્તરે જ તલાટીની ઉપલબ્ધિ સરળ બનશે.
તાલુકા પંચાયત કચેરીઓના બાંધકામ માટેની વર્તમાન અનુદાન સહાયમાં પણ વધારો કરાયો છે. 3 કરોડ 10 લાખ રૂપિયાને બદલે પાંચ કરોડ રૂપિયા અથવા મકાન નિર્માણમાં થયેલ ખરેખર ખર્ચ એ બે માંથી જે ઓછું હોય તે રકમની સહાય અપાશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતને નવીન મકાનના નિર્માણ માટે 38 કરોડ રૂપિયાને બદલે 52 કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ એમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્ટ અનુદાન રાજ્ય સરકાર આપશે.
Site Admin | એપ્રિલ 17, 2025 6:55 પી એમ(PM)
ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં વધારો કરાયો
