ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ કારખાનું નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની લોક-વાર્તાને સાંકળીને નવી ટેક્નોલોજી સાથે બનાવાયેલી આ ફિલ્મ છે. 3 વર્ષ બાદ આ નામાંકિત ફિલ્મોત્સવમાં કોઈ ગુજરાતી ફિલ્મ રજૂ થઈ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ જેવા કલાકારોએ અભિનય કર્યો છે.
Site Admin | નવેમ્બર 23, 2024 7:53 પી એમ(PM) | ફિલ્મ ફેસ્ટિવલ
ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતી ફિલ્મ કારખાનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું
