ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 42મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડની મેચ શરૂ થઇ ગઇ છે. આજે સવારે રમાયેલી પહેલી મેચમાં ગાંધીનગરે પંચમહાલની ટીમને 2-0 થી હરાવીને ફાઇનલ રાઉન્ડમાં પહેલો વિજય મેળવ્યો છે.
આવતીકાલે પંચમહાલ અને જુનાગઢ તેમજ 28 સપ્ટેમ્બરે જુનાગઢ અને ગાંધીનગર વચ્ચે મેચ રમાશે.
બીજી તરફ રાજકોટ ખાતે રમાયેલી સિનિયર વિમેન્સ ફૂટબાલ ટુર્નામેન્ટમાંથી પસંદગી પામેલ 30 મહિલા ફૂટબોલ ખેલાડીઓનો કોચિંગ કેમ્પ ગઇકાલથી અમદાવાદ ખાતે શરૂ થયો છે. ગુજરાતની સિનિયર વિમેન્સ ફૂટબોલ ટીમ માટેની અંતિમ પસંદગી આ કેમ્પમાંથી કરાશે. પસંદ થયેલી ટીમ 29મી સિનિયર વિમેન્સ નેશનલ ફૂટબાલ ચેમ્પિયનશીપમાં રાજમાતા જીજાબાઈ ટ્રોફીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જે પ્રથમ મેચ સિક્કિમ સામે 20 ઓક્ટોબરે અગરતલામાં રમશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 4:09 પી એમ(PM) | ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 42મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડની મેચ શરૂ થઇ ગઇ છે
