ઓગસ્ટ 25, 2024 7:45 પી એમ(PM)

printer

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત તટિય પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વિદર્ભમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર પૂર્વીય ભારતની વાત કરીએ તો, સિક્કીમ, પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, તેલંગાણા, કેરળ, આંદમાન નિકોબાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.