ગુજરાત આતંકવાદ વિરોધી દળ- ATSની ટુકડીએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ભારતીય સેનાની માહિતી પાકિસ્તાનને આપતા સમયે કચ્છના દયાપર ખાતેથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે પાકિસ્તાનના સરહદ સુરક્ષા દળ- BSF અને નૌકાદળના પ્રૉજેક્ટના ફોટો અને વીડિયો મોકલતો હતો.
આરોપી ભારતીય સેનાની માહિતી માગનારી પાકિસ્તાની મહિલા એજન્ટનાં સંપર્કમાં પણ હતો, એમ ATS-ના SP કે. સિદ્ધાર્થે જણાવ્યું.
Site Admin | મે 24, 2025 7:46 પી એમ(PM)
ગુજરાત ATS-એ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની કચ્છથી ધરપકડ કરી
