ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 3:06 પી એમ(PM)

printer

ગીર સોમનાથનાં સૂત્રપાડામાં પ્રાચી તીર્થ ખાતે રીવર લાઈનીંગની કામગીરીનું સાંસદ રાજેશ ચુડાસમાનાં હસ્તે ખાતમૂર્હુત કરાયું

ગીર સોમનાથ જિલ્લાનાં સૂત્રપાડા તાલુકાનાં પ્રાચી તીર્થ ખાતે રીવર લાઈનીંગની કામગીરીનું સાંસદ રાજેશ ચુડાસમાનાં હસ્તે ખાતમૂર્હુત કરવામાં આવ્યું.
પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવેલા પ્રાચી તીર્થ ભૂમિમાં ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થતાં અહીં ગંદકી ફેલાય છે. રીવર લાઈનીંગની કામગીરી થતાં મંદિર આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. જેથી ધોવાણ થતું અટકશે.
આ સાથે પાર્કિગની જગ્યાનું પણ સમારકામ કરવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ