ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 23, 2025 7:30 પી એમ(PM)

printer

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે સાંસદ રાજેશ ચૂડાસમાનાં હસ્તે ૧૬ કરોડ ૭૩ લાખનાં કુલ ૩૨ કામોનું લોકાર્પણ થયું

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે સાંસદ રાજેશ ચૂડાસમાનાં હસ્તે ૧૬ કરોડ ૭૩ લાખનાં કુલ ૩૨ કામોનું લોકાર્પણ થયું. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જિલ્લાની ૪૫૨ શાળાઓમાં ૧૦ કરોડ ૬૩ લાખ ૮૧ હજારના ખર્ચે સુવિધાઓ અપાઇ છે. તેમજ ૩૨૨ આંગણવાડી કેન્દ્રો માટે ૩ કરોડ ૮૯ લાખ ૮૫ હજારનો ખર્ચ કરાયો છે. આ
ઉપરાંત, જિલ્લાના ૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ૧ કરોડ ૯ લાખ ૫૩ હજારના ખર્ચે વિવિધ સુવિધાઓ અપાઈ છે .ઉપરાંત જિલ્લાના અલગ – અલગ ગામોમાં,
નવીન ગ્રામ પંચાયત બાંધકામ અને આંગણવાડી કેન્દ્ર બાંધકામ વગેરેના કુલ ૧ કરોડ ૯ લાખ ૩૯ હજારના ખર્ચે ૧૬ કામોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ