કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનું આયોજન કરાયું છે,જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે.કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ સ્થળ તેમ જ પ્રદર્શન હૉલ સહિતની જગ્યાએ તમામ વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય તેમ જ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાર્યક્રમલક્ષી વિવિધ બાબતોની માહિતી મેળવી હતી.
નાગરિકોની ભાગીદારી વધારવા તેમજ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા મંત્રીશ્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:55 એ એમ (AM) | પ્રહલાદ જોષી
ગાંધીનગરમાં આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનું આયોજન કરાયું
