ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 3, 2024 9:15 એ એમ (AM)

printer

ગાંધીનગર મહાનગરપાલિકાના વાહનવેરા શાખાએ ચાલુ નાણાકીય વર્ષમાં નવ કરોડ રૂપિયા જેટલા વાહન વેરાની વસૂલાત કરી

ગાંધીનગર મહાનગરપાલિકાના વાહનવેરા શાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2024-25માં વાહન ખરીદનાર પાસેથી આજીવન વેરા પેટે નવ કરોડ રૂપિયા વાહનવેરો વસુલવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નોંધાયેલા વાહનો પર આજીવન વાહનવેરાની વસુલાત ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 30મી ઓક્ટોબર, 2024 સુધીમાં અત્રેની શાખાના અગિયાર કરોડના લક્ષ્યાંક સામે અગિયાર હજાર ચારસોથી વધુ વાહનધારકો પાસેથી કુલ નવ કરોડ રૂપિયા વેરા પેટે વસુલાયો છે. જે અગાઉના વર્ષ 2023-24માં આજ સમયગાળા દરમ્યાન ઓકટોબર- 23 સુધીના 7.64 કરોડ હતું. જે આ ચાલુ વર્ષે 17 ટકા વધુ છે.
દરમિયાન દિવાળીના તહેવારના છેલ્લા એક અઠવાડિયામાં 750 વાહનો પેટે સત્તાવન લાખ રૂપિયા અને ઓક્ટોબર મહિનામાં 2 હજાર 790 વાહનો પેટે બે કરોડ છ લાખ રૂપિયા વાહનવેરાની રકમ વસુલ કરવામાં આવી. જે ચાલુ વર્ષના લક્ષ્યાંકના 82 ટકા જેટલી વસુલાત થયેલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ