મે 1, 2025 7:08 પી એમ(PM)

printer

ખેલ મહાકુંભ અંતર્ગત પુરુષોની અંડર 17 અને અંડર 14 હોકી સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલી 17 અને 14 વર્ષથી ઓછી વયજૂથના પુરુષોની હોકી સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાની ટીમે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
પુરુષોની અંડર 14 સ્પર્ધામાં મોડાસા અને લીંબડી ડી.એલ.એસ.એસ શાળા વચ્ચે યોજાયેલી ફાઈનલમાં બંને ટીમ ૩-૩ ગોલ કરતાં મેચ ડ્રો થઈ હતી, ત્યારે પેનલ્ટી શૂટ આઉટમાં ગોલ કરી મોડાસાની ટીમ ૧-૦ થી વિજેતા થઇ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. જ્યારે લીંબડીની ટીમે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. એવી જ રીતે, અંડર 17 સ્પર્ધામાં અરવલ્લીની ટીમે સુવર્ણ ચંદ્રક, સુરેન્દ્રનગરની ટીમે રજત અને અમરેલીની ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે.
વિજેતા થયેલી ટીમને રાજ્ય સરકાર દ્વારા મેડલ , પ્રમાણપત્ર, રોકડ પુયરસ્કાર અને ટ્રેકસૂટ કીટ આપવામાં આવશે.