કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં કાર્યકર્તાઓ અને હોદેદ્દોરાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, પક્ષના વિવિધ સેલના પ્રમુખો હાજર
હતા. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્ત કોંગ્રેસના મહિલા આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ જૂથવાદમાં સંડોવાયેલા કોંગ્રેસનાં
કેટલાંક નેતાઓની ટીકા કરી હતી અને જરૂર પડ્યે તેમની હકાલપટ્ટી કરવાની પણ તૈયારી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા ગુજરાતમાં
કોંગ્રેસની હાર પાછળના કારણો તથા પરિબળો જાણવા શ્રી ગાંધી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે.
Site Admin | માર્ચ 8, 2025 7:52 પી એમ(PM)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં કાર્યકર્તાઓ અને હોદેદ્દોરાને સંબોધન કર્યું હતું
