કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સભા સંબોધન કરતાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના કોંગ્રેસ પાર્ટીના દાવા સામે કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી કલમને પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. ઓલ ઈન્ડિયા રેડિયો જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે શ્રી સિંહે વર્તમાન યથાસ્થિતિ જાળવવા માટે ભાજપની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો અને પાર્ટીના નેતૃત્વ હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રામબન જિલ્લામાં પ્રથમ વખત માનવ મેદનીને સંબોધતા, સિંહે ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો અને જમ્મુ અને કાશ્મીરના વર્તમાન ચૂંટણી મહત્વ પર પ્રકાશ પાડ્યો.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પણ પૂર્ણ થઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:46 પી એમ(PM)
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સભા સંબોધન કરતાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના કોંગ્રેસ પાર્ટીના દાવા સામે કડક વલણ અપનાવ્યું
