કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજથી તેમના લોકસભા વિસ્તાર પોરબંદરનાં બે દિવસનાં પ્રવાસે આવશે. તેઓ, આજે સવારે 10 કલાકે મોટી મારડ, ધોરાજી ખાતે આયોજીત સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ત્રણ કલાકે તેઓ મજીવાણા ખાતે પીજીવીસીએલ સબ ડિવિઝનનાં ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે ચાર કલાકે પોરબંદરમાં ફટાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.શ્રી માંડવિયા રવિવારે સવારે સાત કલાકે ભાયાવદર ખાતે ‘સન્ડે ઓન સાઇકલ’ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો સાથે સાઇકલિંગ કરશે. ત્યારબાદ તેઓ ઉપલેટામાં એસટી બસ સ્ટેન્ડ ખાતે નવા ડેપોનું ખાતમૂહુર્ત અને ઉપલેટા મહેસુલ ભવનનું ખાતમૂહુર્ત કરશે.ત્યારબાદ શ્રી માંડવિયા ઉપલેટા-પાટણવાવ રોડ પર 33 કરોડ 11 લાખ રૂપિયાનાં ખર્ચે બનનારા પાંચ નવા પુલનું ખાતમુહૂર્ત કરશે.
Site Admin | એપ્રિલ 19, 2025 9:43 એ એમ (AM)
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજથી પોરબંદરનાં બે દિવસનાં પ્રવાસે
