કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના વાર્ષિક બળતણ આયાતમાં ઝડપથી ઘટાડો લાવવા પર ભાર મૂક્યો હતો. વર્તમાન સમયમાં દર વર્ષે 22 લાખ કરોડ રૂપિયાના બળતણની આયાત કરાય છે. નવી દિલ્હીમાં આજે એન્જિનિયરીંગ મેનેજમેન્ટ પર યોજાયેલા 18મા વૈશ્વિક સંમેલનને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે, ટેક્નૉલોજી ભારતને 50 ખર્વ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને પૂર્ણ કરવામાં અસરકારક માધ્યમ છે. તેમણે આવશ્યકતા આધારિત સંશોધન પર પણ ભાર આપ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 23, 2024 7:27 પી એમ(PM) | કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના વાર્ષિક બળતણ આયાતમાં ઝડપથી ઘટાડો લાવવા પર ભાર મૂક્યો
