કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે નવી દિલ્હીમાં – “બાળ લગ્ન મુક્ત ભારત” રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ કરાવશે.
આ અભિયાનનો પ્રાથમિક ધ્યેય દેશને બાળ લગ્નની દુષ્ટ પ્રથામાંથી મુક્ત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન બાળ લગ્ન મુક્ત ભારત પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. આ ઓનલાઈન પ્લેટફોર્મ જાગૃતિ વધારવા, બાળ લગ્ન અટકાવવા અને આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવાના મિશનને સમર્થન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી બાળ લગ્ન સામે સામુહિક ઠરાવ આપશે. આ અભિયાન દરમિયાન પ્રતિજ્ઞા લેનારા લોકોની સંખ્યા 25 કરોડ સુધી પહોંચવાની આશા છે.
Site Admin | નવેમ્બર 27, 2024 10:44 એ એમ (AM)
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે નવી દિલ્હીમાં – “બાળ લગ્ન મુક્ત ભારત” રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ કરાવશે.