ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 9, 2025 9:22 એ એમ (AM)

printer

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે, સમાજના દરેક વર્ગને વિકાસનો લાભ મળે. કેન્દ્રીય મંત્રીએ ગઇકાલે લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે આયોજિત ‘2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનવાની તકો અને પડકારો’ વિષય પરના કાર્યક્રમને સંબોધતા આ મુજબ જણાવ્યું.તેમણે કહ્યું કે, ભારત વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પરિવર્તનશીલ સુધારાઓ પર કામ કરી રહ્યું છે. છેલ્લા દાયકા દરમિયાન માળખાગત વિકાસ સરકારના નીતિગત એજન્ડાનો મુખ્ય આધાર રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકારના મૂડી ખર્ચમાં 2017-18 થી 2025-26 સુધી 4.3 ગણો વધારો કરવામાં આવ્યો છે. આ નોંધપાત્ર વૃદ્ધિથી ભારતના ભૌતિક માળખામાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.મંત્રીએ કહ્યું કે, પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન મલ્ટિમોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવી રહ્યો છે, વેપારને સુવ્યવસ્થિત કરી રહ્યો છે અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી રહ્યો છે. પરિણામે, વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 2014 માં 54 થી સુધરીને 2023 માં 38 થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ