કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો સાથે વાતચીત કરવા આવતીકાલથી મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે. ભાજપના રાજ્ય એકમના વડા ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરાત કરી હતી કે શ્રી શાહ તેમના પ્રવાસના પ્રથમ દિવસે નાગપુર અને છત્રપતિ સંભાજીનગરમાં પક્ષના હોદેદ્દારો સાથે બેઠક કરશે અને 25 સપ્ટેમ્બરે નાસિક તથા કોલ્હાપુરની મુલાકાત લેશે.
દરમિયાન, રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણી માટે મુંબઇમાં 10 હજાર 111 મતદાન મથકો ઊભા કરવામાં આવશે, જે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી કરતા 218 વધુ છે એમ બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન-બીએમસીએ જણાવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 2:15 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો સાથે વાતચીત કરવા આવતીકાલથી મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે
