એપ્રિલ 7, 2025 1:55 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાતે જશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લેશે અને કઠુઆ જિલ્લામાં બીએસએફ બોર્ડર આઉટ પોસ્ટ વિનયની મુલાકાત લેશે. શ્રી શાહ બપોરે રાજભવન ખાતે જમ્મુ અને કાશ્મીર પોલીસના શહીદોના પરિવારના સભ્યોને મળશે. તેઓ સાંજે શ્રીનગર માટે રવાના થશે.
શ્રી શાહ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા, અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરોડો રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા ગઈકાલે સાંજે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા.