કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના ગુજરાત વેપારી મહામંડળ-GCCI ને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટ અપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો. અમદાવાદમાં વેપારી મહામંડળ દ્વારા આયોજીત ગેટ- 2025 એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું, GCCI એ ઉદ્યોગ, ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગપતિ એમ ત્રણેયને મદદ કરવા એક સ્થાયી તંત્ર બનાવવું જોઈએ.
ગુજરાત વેપારી મહામંડળના ગેટ એક્સપો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં.