કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંમમેલન – ICAR દ્વારા વિકસિત ભારતની પ્રથમ બે જીનોમ ઉન્નત ચોખાની જાતોનું વિમોચનકર્યું. કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે. તેમણેકહ્યું કે, આ જાતો દેશમાં ચોખાનું ઉત્પાદન વધારશે અને ઉત્પાદન ખર્ચ ઘટાડશે. આ પ્રોજેક્ટસાથે સંકળાયેલા કૃષિ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે દેશને કૃષિ વૈજ્ઞાનિકોનીક્ષમતામાં વિશ્વાસ છે. ICAR એ પોતાના સંશોધનને સીધા ખેડૂતોસુધી લઈ જવું પડશે. આ સંશોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત માટેના સંકલ્પમાંએક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે. તેમણે વધુમાં કહ્યું કે વધતી જતી વસ્તીની પોષણ જરૂરિયાતોને પહોંચીવળવા માટે ઉત્પાદન વધારવાની જરૂર છે. આ બંને જાતો માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ સામાન્યલોકો માટે પણ ફાયદાકારક છે.
Site Admin | મે 4, 2025 6:02 પી એમ(PM)
કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંમમેલન
