કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ 15 વધુ બેંકોને પેનલમાં સમાવીને જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સાથે કરાર કર્યા.મલ્ટી-બેંકિંગ સેન્ટ્રલાઇઝ્ડ કલેક્શન સિસ્ટમનો વિસ્તાર કર્યો છે, જેનાથી પેનલમાં બેંકોની કુલ સંખ્યા 32 થઈ ગઈ છે. EPFO એ ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં આ સંદર્ભમાં બેંકો સાથે કરાર કર્યા. નવી પેનલમાં સમાવિષ્ટ 15 બેંકો વાર્ષિક કલેક્શનમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાની સીધી ચુકવણીને સક્ષમ બનાવશે અને આ બેંકોમાં પોતાના ખાતા રાખનારા નોકરીદાતાઓને સીધી પહોંચ આપશે.આ પ્રસંગે બોલતા ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, નવા ભારત તરફ દેશની પ્રગતિને EPFO જેવી સંસ્થાઓ દ્વારા નોંધપાત્ર રીતે ટેકો મળી રહ્યો છે, જે દેશના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, લગભગ 8 કરોડ સક્રિય સભ્યો અને 78 લાખથી વધુ પેન્શનરો સાથે, EPFO લાખો લોકો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરતા લાભો પૂરા પાડે છે. તેમણે કહ્યું કે, EPFO એ વિકસિત, નોંધપાત્ર સુધારો કર્યો છે. તેણે નાણાકીય વર્ષ 2024-25માં 6 કરોડથી વધુ દાવાઓનો નિકાલ કર્યો છે.
Site Admin | એપ્રિલ 2, 2025 9:38 એ એમ (AM)
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ 15 વધુ બેંકોને પેનલમાં સમાવીને જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સાથે કરાર કર્યા
