કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, પેન્શન ધારકો અને વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ જીવન પ્રમાણપત્ર વ્યવસ્થા તેના ત્રીજા તબક્કામાં એક કરોડના રેકોર્ડ આંકને પાર કરી ગઈ છે. તેમણે કહ્યું કે, આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ વરિષ્ઠ નાગરિકોનું જીવન સરળ બનાવશે.
ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો ત્રીજો તબક્કો આ મહિનાની પહેલી તારીખથી દેશના આઠસો શહેરો અને નગરોમાં ચલાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત 25 નવેમ્બર સુધી એક હજાર નવસોથી વધુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | નવેમ્બર 27, 2024 11:26 એ એમ (AM)
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, પેન્શન ધારકો અને વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ જીવન પ્રમાણપત્ર વ્યવસ્થા તેના ત્રીજા તબક્કામાં એક કરોડના રેકોર્ડ આંકને પાર કરી ગઈ છે.
