કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની 19મી જૂને યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે. વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ છે.વિધાનસભા બેઠકની મતગણતરી જૂનાગઢની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે થશે. કડી વિધાનસભા મતવિસ્તારની મતગણતરી મહેસાણાના મેવડ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ખાતે થશે. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે. ઉલ્લેખનીય છે કે, વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 ટકા અને કડી બેઠક પર 57.90 % મતદાન નોંધાયું હતું.
Site Admin | જૂન 23, 2025 7:59 એ એમ (AM)
કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ
