કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 5 રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરી છે. જે અંતર્ગત રાજ્યની કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પણ આગામી 19મી જૂનના રોજ મતદાન યોજાશે.
કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે આવતીકાલથી 2 જૂન સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. જ્યારે 2જી જૂન ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે. તો 5 જૂન સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. આ બંને બેઠકો માટે 23 જૂને મતગણતરી હાથ ધરાશે. કડી બેઠક પર 2 લાખ 89 હજાર 856 જ્યારે વિસાવદર મતવિસ્તારમાં 2 લાખ 61 હજાર 92 મતદારો નોંધાયા છે. કડીના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન અને વિસાવદરના ધારાસભ્ય ભુપેન્દ્ર ભાયાણીના રાજીનામાના કારણે આ બંને બેઠકો ખાલી પડી હતી.
Site Admin | મે 25, 2025 7:48 પી એમ(PM)
કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત – 19મી જૂને મતદાન
