કચ્છ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ એવા રેલ ક્ષેત્રે વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે. આજે પશ્વિમ રેલવે હસ્તકના અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે 12 વાગીને 59 મિનિટે આવી પહોંચી હતી અને બપોરે 1 વાગીને 40 મિનિટે પરત અમદાવાદ માટે રવાના થઈ હતી. લગભગ 110 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનને નિર્ધારિત સફર પૂર્ણ કરતા 5 કલાકનો સમય લાગ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:24 પી એમ(PM)
કચ્છ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ એવા રેલ ક્ષેત્રે વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે
