ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 31, 2025 9:04 એ એમ (AM)

printer

ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર અને ગાંધીનગર સહિતના જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે

આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, ડાંગ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલ યોજાશે.બનાસકાંઠા જિલ્લાના વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં રાત્રે 7.45 થી 8.15 સુધી બ્લેક આઉટ કરાશે. જ્યારે જામનગર જિલ્લામાં રાત્રે 8 થી 8.30 કલાક દરમિયાન બ્લેક આઉટ રહેશે. અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે, જ્યારે વીરમગામમાં પોલીસ લાઇન ખાતે મોકડ્રીલ યોજાશે. આ બંને સ્થળે આજે સાંજે પાંચ વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની પ્રવૃતિનો અભ્યાસ કરાશે. આ બંને સ્થળે રાત્રે 7.45 વાગ્યાથી બ્લેકઆઉટ રહેશે.ડાંગ જિલ્લાના આહવામાં રાત્રે 8 થી 8.30 કલાક દરમિયાન બ્લેક આઉટ રહેશે. ગાંધીનગર તાલુકાના લેકાવાડા ખાતે પણ રાત્રે 8 થી 8.30 કલાક સુધી બ્લેકઆઉટ માટે સ્વેચ્છાએ સંપૂર્ણ વીજળી બંધ કરવા તંત્રએ અપીલ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ